વાંકાનેર મહારાજા રાજસાહેબ કેસરીદેવસિંહજીનું રાજયસભામાં નિમણુંક થવા બદલ રાજકોટની રાજકુમાર કોલેજના ટ્રસ્ટ દ્વારા ભાવસિંહજી હોલ ખાતે સન્માન સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકુમાર કોલેજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ પ્રસંગે બેન્ડની સુરાવલી અને ગાર્ડ ઓફ ઓનરથી વાંકાનેર મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીનું તથા મહારાણી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું. આ તકે, રાજકુમાર કોલેજના પ્રમુખ દ્વારા મહારાજાને પાઘડી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુ. જ્યારે આ સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં ગુજરાતમાંથી અનેક રજવાડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મહારાજા કેસરીદેવસિંહજીએ પોતાના અભ્યાસક્રમથી લઈ સાંસદીય ક્ષેત્ર સુધીની પોતાની સંઘર્ષમય સફરને જણાવેલ હતી, તેઓ અનેક નાની-મોટી સંસ્થાનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને જયારે પણ સમાજને કોલેજને પોતાની જરૂર હોય ત્યારે ખડેપગે પોતે ઉભા રહેશે તેમ પણ જણાવેલ હતું.