વાંકાનેર તાલુકા પંચાયતમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમભાઈ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના બંને ઉમેદવારોનો 13 સામે 8 મતોથી વિજય થયો છે જેમની આજે ચૂંટણી થતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલાને કુલ 13 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબાનું ઉસ્માનગની પરાસરાને 08 મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના ઉમેદવાર દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાને 13 મત અને કોંગ્રેસના ઉમેદવાર રહીમ જલાલ ખોરજીયાને 8 મત મળ્યા હતા. આમ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રમુખ બંને પદ માટે ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે કોંગ્રેસે ભાજપમાં અસંતોષ હોવાના કારણે તેમનો લાભ મળશે તેવી આશાએ પ્રમુખ તથા ઉપપ્રમુખના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ કોંગ્રેસના 10 માથી બે સદસ્યો આજની ચુંટણીમાં ગેરહાજર રહ્યા હતા. આમ વાંકાનેર તાલુકા પંચાયતમાં બીજી ટર્મ માટે અઢી વર્ષ માટે ફરી પાછું ભાજપનું શાસન યથાવત રહ્યું છે અને આજે વાંકાનેર તાલુકા પંચાયતમાં મહત્વના હોદા પ્રમુખ તરીકે કૈલાશબા હરિસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વિંઝવાડીયા અને કારોબારી ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેરની વરણી કરવામાં આવી છે….