33.7 C
Ahmedabad
Sunday, May 18, 2025
spot_imgspot_imgspot_img

વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ સમા મેહુલ પી. શાહને દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના જજ તથા યુનિયન મિનિસ્ટરના હસ્તે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરાયો


વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સતત સક્રિય રહી પોતાની આગવી પ્રતિભાથી ઉચ્ચતમ કાર્યસિદ્ધિ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યા બાદ કિડ્ઝલેન્ડ સ્કુલ / જ્યોતિ વિદ્યાલયના મેહુલભાઈ પી. શાહએ હવે દેશમાં પણ પોતાનું નામ ગુંજતું કર્યું છે, જેમાં શ્રેષ્ઠ સંચાલન અને સક્રિય શિક્ષણ પ્રણાલી શ્રેણીમાં મેહુલ પી. શાહને દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ એવા મેહુલ પરિમલભાઈ શાહને આજે દિલ્હી મુકામે ભારત સરકારના પુર્વ યુનિયન મિનિસ્ટર એસ. કૃષ્ણકુમાર તથા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મિસ્ટર કુરિન જોશેફના હાથે International Excellence Award 2023 એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાંથી ફક્ત છ લોકોને જ આ એવોર્ડ મળવાપાત્ર હોય છે જેમાં વાંકાનેર – સુરેન્દ્રનગરના વતની મેહુલ પી. શાહને આ એવોર્ડ મળતા તેમણે સમગ્ર જૈન સમાજ, વાંકાનેર તથા સુરેન્દ્રનગરનું નામ દેશભરમાં રોશન કર્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -