24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વાંકાનેર ખાતે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો


વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં ગઈકાલે જ્યોતિ સિરામિક ખાતે તેમનો ભવ્યાતિભવ્ય સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સમાજ- સંગઠનના હોદ્દેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી નવનિયુક્ત સાંસદને સન્માનિત કર્યા હતા.આ સન્માન સમારોહમાં પ્રજાવત્સલ રાજવી કેશરીદેવસિંહ ઝાલાને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ફુલ-હાર તથા શાલ ઓઢાડી સન્માન કરી અને તલવારની ભેટ આપવામાં આવી હતી. આ સાથે જ મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા આગામી દિવસોમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ સાધી સતત જનહિતના કાર્યો કરતા રહે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….

રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર

 

  

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -