વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા બીપરજોય વાવાઝોડાને લઈ 500 કરતા વધારે અસરગ્રત લોકોને વાંકાનેર શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તેમજ અન્ય સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યાં હતા. તે સ્થળની રાજ્યનાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતનાં આગેવાનોએ મુલાકાત લીધી હતી. સાથોસાથ તમામ લોકોને જમવા માટે ગુંદી, ગાંઠીયા, દાળ ઢોકળી, બટાટાનું શાક, ગરમા ગરમ પૂરી, પુલાવ, પાપડને સલાડ સહિતના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત મંત્રી સહિતના નેતાઓએ જીતુભાઇ સોમાણીના આ સેવાયજ્ઞની સરાહના કરી હતી.
રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર