વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને વાડીમાં વાઢેલી લીલી જારના પૂળા નીચેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીના પીઆઈ એમ.પી.પંડ્યાને મળેલી માહિતી મુજબ, હોલમઢ ગામના બચુભાઈ પોપટભાઈ બોળીયાની વાડીમાં દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો નંગ,564 તથા બીયર ટીન નંગ 1512 મળી કુલ કિમત. 5,27,400નો મુદ્દામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો.