સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજની એકતાનું પ્રતિક અને આસ્થાનું કેન્દ્ર સમાન વાંકાનેરના જાલીડા ખાતે અખંડ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી રામચંદ્રનું રામધામ મંદિર બનવા જઈ રહ્યું છે આ અંગે માહિતી આપવા માટે રઘુવંશી સમાજના આગેવાનો હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, સોનલબેન વસાણી, ભાવનાબેન મીરાણી, દીપાબેન ઠકરાર, મેહુલભાઈ નથવાણી, ભાવિનભાઈ સેજપાલ સહિતના સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને એડિટર નીતિનભઇ નથવાણીને માહિતી આપતા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય હરિચરણદાસજી બાપુની આજ્ઞાથી ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ શ્રી જયરામદાસજી મહારાજ તેમજ રઘુવંશી સમાજના ભાણાસાહેબ જગ્યાના ગાદીપતિ શ્રી જાનકીદાસ બાપુ તેમજ પરમ પૂજ્ય માઈભક્ત ચંદુમાં ગઢશીશાની અધ્યક્ષતામાં 108 કુંડી મહાયજ્ઞ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે 16 તારીખે સવારે દેહશુધ્ધિ અને બપોરે શોભાયાત્રા યોજાશે તેમજ તારીખ 17ના રોજ સવારે દીપ પ્રાગટ્ય, તારીખ 18ના સવારે સંત સંમેલન અને બ્રહ્મ ચોર્યાસી તથા તારીખ 19ના સવારે ભૂમિપૂજન અને બપોરે બીડું હોમવામાં આવશે આ તકે સિટી ન્યૂઝની ઓફિસે ભગવાન શ્રીરામના નામના પથ્થરનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું.