રાજકોટમાં ગઈ કાલે સાંજે ૭.૪૫ વાગ્યાથી રાત્રિના ૮.૪૫ સુધીમાં 2 ઇંચ વરસાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો તેમજ માત્ર 2 ઇંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા ત્યારે ભારે વરસાદના માહોલમાં સરદારનગર રોડ પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો કે અચાનક રસ્તા પર ભૂવો પડતા ટ્રકનું પાછળનું એક વહીલ રસ્તામાં ઘૂસી ગયો હતો. જેને પગલે નજીકમાં ઉભા રહેલા વેપારીઓમાં નાસભાગ મચી જાય છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિકથી સતત ધમધમતા સરદારનગર રોડ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આ અંગેની જાણ થતાં પોલીસ અને મનપાની ટીમો દોડી ગઈ હતી અને ટ્રકને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.