24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વરતેજ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં બે માસથી પાણીના ધાંધીયા, હાઇવે ચક્કાજામ કરતાં તંત્ર થયું દોડતું


 

ભાવનગર શહેરને અડીને આવેલ અને વરતેજ ગ્રામપંચાયત હેઠળ નારી ચોકડી થી લઈને વરતેજ ગામના પાદરમાં આવેલ રીંગરોડ પરની સોસાયટીઓમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન મળતાં લોકો ભર ચોમાસે પાણી માટે અહીં તહીં વલખાં મારી રહ્યાં છે આ સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોય અને પીવાના પાણી મુદ્દે કલેકટર ડીડીઓ સહિત પાણી પુરવઠા મંત્રી ને વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી ન મળતાં તંત્ર ને પાણી બતાવી દેવા આજે નાની ખોડિયાર મંદિર પાસે આવેલી સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને નાની ખોડિયાર પાસે રોડ બ્લોક કર્યો હતો આ ચક્કાજામ ને પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી આ ઘટનાને પગલે વરતેજ પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકો ને સમજાવી રોડ ખોલી નાંખવા અનુરોધ કર્યો હતો પરંતુ મહિલાઓ-બાળકો સહિતનાઓ રોડ પર સુઈ ગયા હતા અને જયાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી હટવાનો નનૈયો ભણી દેતા પોલીસે લોકો ની પ્રાણ સમી સમસ્યાને ધ્યાનમાં રાખીને બળપ્રયોગ ને બદલે સમજાવટ હાથ ધરી હતી દરમ્યાન અધિકારીઓ તથા રાજકીય નેતાઓ સ્થળપર દોડી આવ્યા હતા અને પાણી મળશે જ એવી ખાત્રી આપતા અંતે આ આંદોલન સમેટાયુ હતું એ સાથે લોકો એ નેતાઓ તથા અધિકારીઓ ને ચેતવણી પણ આપી હતી કે જો સમસ્યા કાયમ માટે હલ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઝલદ કાર્યક્રમો સાથે આંદોલન ઉગ્ર બનાવીશું.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -