ચુડા તાલુકાના વનાળા ગામ ખાતે માલધારી સમાજ અને ખેડૂત વચ્ચે જાતિ અંગે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ ઘટનામાં પોલીસે માલધારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વનાળા ગામે રહેતા જેરામભાઈ વેલાભાઈ વાઘેલા ગામની સીમમાં આવેલા શક્તિ માતાજીના નામથી ઓળખાતું ખેતર છેલ્લા 14 વર્ષથી ઉચ્ચક રાખી તેમાં ખેત મજૂરી કામ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે તેમના ખેતરે વાલજી ખીમજી લાંબરીયાએ પશુઓ ખુલ્લા મૂકી જુવાર તેમજ કપાસના પાકમાં નુકસાન પહોંચાડ્યું હતું આ બાબતે બોલા ચાલી થઈ હતી જેમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા જેરામભાઈ વાઘેલા દ્વારા ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ચુડા પોલીસ દ્વારા આગળની તાજવીજ હાથ ધરવામાં આવી હતી
મહિપત ભાઈ મેટાલિયા ચુડા