25 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

વધતાં જતાં હાર્ટ એટેકનું કારણ શું? તે જાણવા મનોવિજ્ઞાન ભવનમાંકરાયું સંશોધન…


વૃદ્ધ હોય યુવાન હોય કે પછી કિશોર વયના વ્યક્તિ હોય હાલ હાર્ટ એટેકે કોઈને છોડતો નથી એક સમયે 50 વર્ષથી વધુ ની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાઓ આવતા જો કે હવે કિશોર હૃદય રોગના હુમલાનો પગ બની રહ્યા છે રાજકોટમાં ગઈકાલે જ એક કિશોર હૃદય રોગના કારણે મૃત્યુ થયું હતું ત્યારે અચાનક એટેક આવવા પાછળ હોય છે બ્રુગાડા સિન્દ્રોમ જવાબદાર. અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે. આ અંગે સંશોધન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે યુવાનોમાં એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે ન ડૉક્ટર પકડી શકે છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યોહતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -