તા. ૨૭ ને ગુરૂવારે રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહેવાનાં હોવાથી તેના અનુસંધાને જામકંડોરણા તાલુકા સંગઠન, જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો અને કાયૅકરોની આયોજન અંગેની મિટિંગ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તેમજ આ મીટીંગમાં જીલ્લા પંચાયત સીટના ઈન્ચાર્જશ્રીઓ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ હાજરી આપી હતી રાજકોટ ખાતે ગુરૂવારે નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં જવા માટે જામકંડોરણા તાલુકાને ૫૦ બસો ફાળવવામાં આવેલ છે જેથી સભામાં વધારેમાં વધારે લોકો હાજરી આપે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા