વડાપ્રધાન દ્વારા અરવલ્લી જીલ્લામાં વર્ચ્યુઅલી FM સ્ટેશનનું શુભારંભ કરાયું હતું. મોડાસાના ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમાર અને બીજા અધિકારીયો અને હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દેશમાં નવા 91 FM ટ્રાન્સમીટર્સ શરૂ કરાયા જે પૈકી ગુજરાતમાં 10 માથી 1 FM સ્ટેશન અરવલ્લી જીલ્લામાં શરૂ કરાયું હતું. આજથી મોડાસાવાસીઓ 100.1 MHz FM સાંભળી શકશે. આ કાર્યક્રમ મોડાસાના રિલે સ્ટેશન ખાતે યોજાયો હતો. શહેરવાસીઓ 15 કિલોમીટરની રેન્જમાં FM સાંભળી શકશે અને આગામી દિવસોમાં FMની રેન્જ વધારવામાં આવશે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી