આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજકોટને વિકાસની ભેટ આપવા પધાર્યા હતા. ત્યારે તેમને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા ત્યારે રાજકોટ રેસકોર્ષની ફરતી રીંગના રોડ પર રાજકોટના કલાકારો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. રંગોળી બનાવતા આર્ટિસ્ટોએ અનેક અદ્ભૂત રંગોળી તૈયારી કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રેસકોર્ષ ફરતે-અનેક રંગોળી બનાવવામાં આવી હતી. તેમજ લોકો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, આઝાદી કા અમૃત મહોત્સવ સહિતની થીમ પર રંગોળીઓ તૈયાર કરાઈ આ ઉપરાંત આ તમામ રંગોળીમાં એક વડાપ્રધાન નરેન્દ્રમોદીની રંગોળી બનાવવામાં આવી હતી જે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કામગીરી દરમ્યાન ધારાસભ્ય દર્શીતા બેનશાહએ મુલાકાત લઈ રંગોળી નિહાળી હતી.આજે રાજકોટના કે.કે.વી.ચોકના ડબલ ડેકર બ્રીજનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવા આવેલ ધારાસભ્ય દર્શિતા શાહે કલાકારોની આ કલાને બીરદાવી હતી