એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરે છે પણ બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનો બેદરકારીથી લોધીકા તાલુકાના ઉદ્યોગોનો વિકાસ રૂંધાઇ ગયો છે. જેમાં ખાંભા વિસતારમાં આવેલ ગોલ્ડન ગ્રીનએસોશિએશન માં આવેલ અંદાજે નાના મોટા મળી 200થી વધારે ઉદ્યોગકારો વારંવાર વીજળીના કાપને લીધે ઉદ્યોગકારોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. તેવો આક્રોશ આજે ઉદ્યોગકારોએ પત્રકારો સમક્ષ પ્રેસ કોન્ફરન્સમાં ઠાલવ્યો હતો.જેમઆ જણાવ્યું હતું કે ઉદ્યોગકારો વારંવાર વિજળી ગુલના પ્રકોપથી ખુબ જ મોટી માત્રમાં નુકસાની સહન કરી રહ્યા છે જેમાં એક વિજળીનું નાનુ ટ્રીપીંગ એટલે કે 1 થી 10 સેક્ધડ પણ આવે તો 40-50 લાખનું માતબર નુકસાન થાય છે. અને જો મોટું ટ્રીપીંગ એટલે કે 1 થી 3 કલાક તો અંદાજે આ એસો. 1 કરોડ જેવી માતબર રકમની નુકસાની કરે છે. આ અંગે પીજીવીસીએલ દ્વારા તુરંત જ ઓવરલોડપાવરને બાય ફરગેટ કરી પર્સનલ લાઇન નહીં ફાળવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની લડત છેડાશેજેથી આ પ્રશ્ર્ને તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી તેઓએ માંગણી કરી હતી.