રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 7 વાગ્યે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ પોલીસ હેડક્વાટર રેસકોર્ષમાં યોજાયો હતો. મેયર નયના પેઢડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી દોડ લગાવી હતી. રન ફોર યુનિટી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઇ હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, કિશોરભાઈ રાઠોડ સહિતનાની ઉપસ્થિતમાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી.આ સાથે જ સમગ્ર કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
લોખંડી પુરુષની 148મી જન્મજયંતીનિમિતે રાજકોટ મનપા દ્વારા રન ફોર યુનિટીનું કરાયું આયોજન….
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -