સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ઓગસ્ટ માસનો પ્રારંભ થઈ જવા છતાં શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. દાળ શાકમાં વપરાતા ટામેટા મરચાં ધાણા આદુ જેવા મસાલા પાકના ભાવ પણ આસમાનને આંબી રહ્યા હોવાથી ઘરના બજેટને સરભર કરવા બટાકા અને ડુંગળીનો વપરાશ વધી ગયો છે.લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 70 થી 100 ને પાર કરી ગયા છે જેને પગલે ₹ 15 પ્રતિ કિલોના ભાવે મળતાં બટાકા અને 17 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીનો વપરાશ વધી ગયો છે. બટાકાનો વપરાશ વધવા પાછળ અધિક શ્રાવણ માસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યા મુજબ હજુ ત્રણેક સપ્તાહ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની કોઈ ગુંજાઈશ નથી હોલસેલ વેપારી રમણભાઈએ જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણના રાજ્યમાં તથા ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદને કારણે શાકભાજીની આવક દિન પ્રતિદિન ઘટી રહી છે
.ટામેટાના ભાવ 300ને પાર થવાની વકી નાશિક અને બેંગ્લોરમાં ટામેટાની ફસલને ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થવા સહિત ઉત્તરના રાજ્યોમાં પણ ભારે વરસાદને કારણે ટામેટાના પાકને વ્યાપક નુકસાન થતાં છેલ્લા બે દિવસથી ટામેટાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને 160 થી 180 ના ભાવે વેચાઈ રહેલ ટામેટાનું શુક્રવારે 200 રૂપિયાના ભાવે વેચાણ થયું હતું અને એ વેપારીઓના મતે આગામી સમયમાં સ્થિતિમાં કોઈ સુધાર થવાની સંભાવના ન હોઇ ટામેટાનો ભાવ ₹ 300 ને પાર કરી જાય તો નવાઈ પામવા જેવું નહીં
ઉમંગરાવલ સાબરકાંઠા