લીંબડી અમદાવાદ હાઈવે પર ઓરલોડ ડમ્ફરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં નેશનલ હાઈવે 8 પર ટોકરાળા ગામ નજીક ખાણ ખનીજની ચેકપોસ્ટ આવેલ છે જીયાણા ઘણા બધા ડમ્ફરોની નંબર પ્લેટ પણ નથી હોતી તેમજ ચેક પોસ્ટ હોવા છતાં પણ ઓવર લોડ ડમ્ફર ચેકપોસ્ટ પાર કરીને આવે છે ત્યારે ચેક પોસ્ટ શોભાના ગાંઠીયા સમાન જ બની રહેશે? તેવા સવાલો પણ ઉઠયા હતા. તેમજ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે એક મોટી કપચી ભરીને ઓવરલોડ ડમ્ફર હતું તેની પાછળ ખાણ ખનીજ વિભાગ તેને પકડવા માટે પાછળ પાછળ હતા પણ તે મોટી કપચી ભરેલ ડમ્ફર બગોદરા પાસે આવેલ મીઠાપુર ગામ ના પાટિયા નજીક હાઇવે ની વચમાં જ પોતાનું ડમ્ફર ખાલી કરીને નાસી ગયેલ હતો અને તે ખાલી કરેલ મોટી કપચીના કારણે ત્રણ ચાર બાઈક લપસી ગયા હતા અને મોટો અકસ્માત થવાથી બચી ગયા હતા. ત્યારે બગોદરા પોલીસ ને જાણ થતા તરત જ તે મોટી કપચીને ખસેડી ને વાહનો માટે હાઇવે ખાલી કર્યો હતો