રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવનું કહેવામાં આવ્યું હતું. તેમજ ડેન્ગ્યૂ અને એડીસ મચ્છર દિવસના સમયે તેમજ એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છેજેની તકેદારી રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું તેમજ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યામાં કૂલ મેલેરિયાના ૬, ડેન્ગ્યુના 20 ચિકુનગુનિયાના 2 તેમજ અન્ય રોગચાળાની કેસની વિગત જોઈએ તો શરદી – ઉધરસના ૧૮૮ ૬૮૭૦ કેસ, સામાન્ય તાવના ૨૯ ૮૨૧ કેસ, ઝાડા – ઉલટીના ૧૦૧ ૧૭૪૯ કેસ આ સાથે ટાઈફોઈડ, કમળો અને મરડાના 0 કેસ નોંધાયા હેટ.