ભાવનગર શહેરના રેલવે કોલોની પાછળ આવેલા હનુમાનજી મંદિર નજીક ની બાવળની કાંટમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની માહિતી બોર તળાવ પોલીસને મળતા પોલીસે દરોડો કરતા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તદુપરાંત વહેંચવા માટે દારૂ આપનાર સહિત બે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ બોર તળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતા તુરત જ ભાવનગર શહેરના રેલવે કોલોની પાછળ આવેલ હનુમાનજી મંદિર નજીકની બાવળની કાંટમાં દરોડો કર્યો ત્યારે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બોર તળાવ પોલીસ એ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ ને વિદેશી દારૂની 51 બોટલો સાથે રૂપિયા ૧૧,૮૩૭ નો મુદ્દામાલ જપ્ત કરી શખસની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર