શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ લઇ અમુક કંપનીના રૂ.10નો શેર 100 રૂપિયા સુધી લઇ જઇ સટ્ટો રમાડતા બે સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લે-વેચ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં SEBIના દરોડા પડવાથી સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત કરી
લેપટોપના ડેટાના આધારે તપાસ કરતાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટ મારફતે કરોડોનો વ્યવહાર કર્યો હતો. જેમાં હર્ષ રાવલ નામના વ્યક્તિની તેના ઘરે થી SEBI ની ટીમે અટકાયત કરી. આ બંને વ્યક્તિ ઇન્વેસ્ટરોને લલચામણી લાલચ આપી ગેરરીતિ કરતા હતા.