38 C
Ahmedabad
Thursday, May 22, 2025
spot_imgspot_imgspot_img

રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ પીએમ મોદી રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.


રાજકોટ

(૨) ન્યારી-૧ ડેમથી રૈયાધારમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટ સુધી રો વોટર પહોંચાડવા માટે, રૂ.૪૧.૭૧ કરોડના ખર્ચે, ૧૨૧૯ એમ.એમ. ડાયામીટરની પાઇપલાઈન નંખાઈ.
• ૧૧ કિલોમીટર લંબાઈની આ પાઈપલાઈનથી ન્યારી-૧ ડેમથી રૈયાધાર સુધી અંદાજે ૮૦ એમ.એલ. પાણી વહન કરી શકાશે.
• આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને આ પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૩) રાજકોટના વેસ્ટ ઝોનના વોર્ડ નંબર-૧માં, અમૃત-૧ યોજના અંતર્ગત, રૈયાધાર ખાતે રૂ. ૨૯.૭૩ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ.
• આ પ્લાન્ટની ક્ષમતા ૫૦ મિલિયન લીટર પ્રતિ દિન ટ્રીટમેન્ટની છે. ત્રીસ લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા.
• આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારમાં પાણી પહોંચાડાશે. અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને પાઈપલાઈન દ્વારા પાણી પૂરું પડાશે.

(૪) રાજકોટના વોર્ડ નંબર-૧૮માં, અમૃત-૧ યોજના અંતર્ગત, કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.૨૪.૭૨ કરોડના ખર્ચે નિર્માણ.
• આ પ્લાન્ટથી વોર્ડ નંબર ૧૮ અને ૧૨ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજિત બે લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે.

(૫) વોર્ડ નંબર-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ.
• ૧૫૯૬ ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ.
• વિવિધ ભાષામાં વિવિધ વિષયોના ૩૩ હજાર પુસ્તકો, ૨૦૦ જેટલા મેગેઝીન્સ તથા ૨૦ જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે. ઉપરાંત ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટર.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -