રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે,ના દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ રાજકોટ સિવિલમાં અમિતના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ ન્યાય અને યોગ્ય કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જો કે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પરિવારજનો અને આગેવાનોને બાંહેધરી આપતાં અંતે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસ ફરિયાદમાં જેમના નામ છે તે કોઈને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર કરવામાં આવ્યો હતો.