રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ફિજિક્સ ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ અને વિજ્ઞાન ગુર્જરીના સાયુક્ત ઉપક્રમે બપોરે 4:00 કલાકથી ‘ચંદ્રયાન-3ના ઉતરાણના જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાંઆવ્યું હતું. તેમજ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટનાં પ્રોજેકટ ડાઈરેક્ટર ડો. સુમિત વ્યાસ એઆ નાગે જણાવ્યું હતું કે આ મિશનની સફળતાએ વિજ્ઞાન અને ટેકનૉલોજીની દુનિયામાં ભારત દેશનું એક અલગ સ્થાન નક્કી કર્યું છે અને ભારત દેશનું નામ આવનારા યુવાઓને અવકાશ અંગે નવા સંશોધનો કરવા પ્રેરિત કરશે.તેમજ વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્રભવન નાં અધ્યક્ષ ડો . નિકેશ શાહ એ જણાવેલ કે આ મિશન માટે ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત કાબેલેતારીફ રહી છે અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક વધાર્યુંહતું. તેમજ આ કાર્યક્રમમાં આશરે 1000 થી વધુ વિજ્ઞાનરસિક લોકોએ ભાગ લીધો હતો. તેમજ લોકોએ સાંજે 6.04 કલાકે ચન્દ્રયાન- 3 ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થતાંની સાથે જ ‘ભારત માતા કી જય’ અને ‘વંદેમાતરમ’નો જય ઘોષ સાથે ભારતના વૈજ્ઞાનિકોની આ ઐતિહાસિક સિધ્ધીને વધાવી હતી.