રાજકોટના માટેલ ગામે સસરાના ઘરે આંટો મારવા જઈ રહેલા થોરાળા વિસ્તારના વેપારી યુવકની બાઈકને ગુંદા ગામના પાટીયા પાસે લાકડી ભરેલી રીક્ષાએ હડફેટે લેતાએકટીવા ચાલક રોડ પણ પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીના ખાબોચીયા ભરાયા હતા.જેથી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એસ.વી. તડીત સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએસ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડયો હતો. બનાવની જાણ થતા મૃતકના પરીવારજનો સહીતના લોકો હોસ્પીટલે દોડી આવ્યા હતા.વધુમાં મળેલ વિગત મુજબયુવક માટેલ માવતરે આંટો મારવા ગયેલ પત્નીને મળવા જતો હતો. ત્યારે કાળમુખી રીક્ષાએ યુવકનો ભોગ બનતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.