રિબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રિબડા પહોંચ્યા હતા ધારાસભ્ય ગીતાબા જાડેજા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા અને અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ધારાસભ્ય તેમજ સાથે આવેલ મહિલાઓએ અમિતભાઈ અમર રહો બોલી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ધારાસભ્ય દ્વારા અમિત ખૂંટના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી વધુમાં ગીતાબાએ જણાવ્યું હતું કે પરિવારજનો પર આવી પડેલ આફત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું