રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા કોંગ્રેસ છાવણીમાં ખુશી જોવા મળી રહી છે દેશભરમાં કોંગ્રેસ દ્વારા સત્યની થયેલી જીતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ શહેરની કોલેજ ચોકડી પર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર સ્ટે લગાવતા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં કોંગ્રેસ પ્રમુખ, હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા