રાપરમાં દિન-પ્રતિદિન આખલા સહિત રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરની દરેક ગલીમાં આખલાઓ સહિત રખડતાં ઢોર જોવા મળે છે હાલમાં એપીએમસીમાં આખલાએ યુવાનને હડફેટે લેતાં ઈજા થઈ હતી જ્યારે ભોગ બનનારના પરિવારજનો તેમજ અન્ય રાજકીય આગેવાનો દ્વારા અવાર-નવાર રખડતાં ઢોર મામલે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઇ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી આજે એપીએમસી વિસ્તારમાં આખલાઓ લડતાં હતા આ દરમ્યાન એક યુવાનને હડફેટે લેતાં તેને ઈજા થઈ હતી. આ મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ રાપરના શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી.