રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિ નિમિતે જામનગરની લોહાણા મહાજન વાડી ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતી બનાવવના ધ્યેય સાથે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહેવા તેવા શુભ આશયથી સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે