23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજ્યના કૃષિમંત્રી દ્વારા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવવામાં આવી


આજરોજ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી મગફળી, અડદ, મગ અને સોયાબીનના ટેકાના ભાવ ની ખરીદી શરૂ કરવામાં આવી. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી. ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ થી શરૂ કરાઈ છે. આ તકે કૃષિમંત્રી સાથે  IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ, રાજકોટ APMC ના ચેરમેન જયેશ બોઘરા સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. 6364.24 કરોડ મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. 420 કરોડ મૂલ્યના 91343 મેટ્રિક ટન સોયાબીન, મગ 9000 મેટ્રિક ટન, અડદ 53000 મેટ્રિક ટન ની ખરીદી કરવાનું આયોજન છે. મીડિયા સાથે વાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આપતા જણાવ્યું કે આ વખતે ઓપન બજારમાં ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે. રાજ્યભરમાં 35585 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું. સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળતા હોવાથી ઓછું રજિસ્ટ્રેશન થયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -