તાલુકાના ભાવનગર રોડ પર આવેલ રાજસમઢીયાળા ગામમાં આર.કે.ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ દ્વારા આશરે ૩૦૦ ઉદ્યોગ ગૃહોની ઔદ્યોગીક વાસહત નિર્માણાધીન છે. ગામના અગ્રણી હરદેવસિંહ જાડેજાએ વિકાસગાથા વર્ણવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજસમઢીયાળામાં ઔદ્યોગીક વસાહતો વિકસાવવા માટે અમે સમગ્ર રાજકોટના ઉદ્યોગપતિઓને આહવાન આપ્યું હતું. જેનો ખુબ સારો પડઘો પડયો છે એનો અમે આનંદ વ્યકત કરીએ છીએ આર.કે.ગૃપ દ્વારા અહી આર.કે.ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડની સ્થાપના થઇ અને એક જ વરસમાં અહીં વિવિધ અનેક ઉત્પાદકીય પ્રવૃતીઓ હાથ ધરનારા અનેક ઉદ્યોગપતિઓના અમારિ આ ભુમી ઉપર પગલા થયા છે. હરદેવસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઝીરો ક્રાઇમ રેટ છે. અહીનું જનજીવન શાંત અને સંપીલુ છે. પ્રાકૃતિક વાતાવરણ છે. જમીનના જળસ્તર ઘણા ઉંચા છે. નજીકના ગ્રામ વિસ્તારોમાંથી વ્યાજબી દરે માનવ શ્રમીકોનો મોટો સમુદાય ઉપલબ્ધ છે. ભાવનગર બંદરનો કોમર્શીયલ વિકાસ ટુંક સમયમાં થતા ઉત્પાદીત માલના પરીવહન અને નિકાસ માટે કન્ટેનરો અહીથી સીધા જ રવાના થઇ શકશે. ઉપરાંત કાચા માલની આયાત પણ સુગમ થઇ શકશે. રાજકોટના ઉદ્યોગો કરતા અહીથી પીપાવાવ પોર્ટ વધુમાં વધુ નજીક છે એટલે એનો પણ લાભ અહીના ઉદ્યોગોને મળશે. અત્યારે રાજકોટ-ભાવનગર રોડ જે ફોર ટ્રેક છે એ આગામી બે-ત્રણ વર્ષમાં સિકસ ટ્રેક થવાપાત્ર છે.
રાજસમઢીયાળા ગામમાં આર.કે.ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ દ્વારા આશરે ૩૦૦ ઉદ્યોગ ગૃહોની ઔદ્યોગીક વાસહત નિર્માણાધીન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -