ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર થનાર અત્યાચારોએ માઝા મૂકી છે. રોજબરોજ સમગ્ર ગુજરાતમાં એસએટી લોકો ઉપર દમન થઈ રહ્યો છે. અનુસુચિતજાતી અને જનજાતીના લોકોને જમીન પડાવી લેવી,હત્યા કરી નાખવી વગેરે અત્યાચારો એકદમ સામાન્ય બાબત થઈ ગઈ છે. રાજયમાં એસસી એસટી એકટ લાગુ હોવા છતાં તંત્ર દ્વારાઆ કાયદો કડકાઈથી લાગુ કરવામાં બેદરકારી કરી હોય જેના લીધે પણ રાજયમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉત્પીડન કરવામાં લોકો અચકાતા નતી ઉલટાનું અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા હિન્દુ સંગઠનો જ એસસી એસટી એકટને નાબૂદ કરવા માટે આવેદનપત્રો આપતા હોય છે સિકકાને બે બાજુ હોય છે કોઈ પણ કાયદાના ફાયદા અને નુકશાન બંને પાસા હોય છે.તેમજ સિકકાને બે બાજુ હોય છે. કોઈ પણ કાયદાના ફાયદા અને નુકશાન બંને પાસા હોય છે. એનો મતલબ એવો નથી કે અમુક નુકશાનને ધ્યાનમાં રાખી સમગ્ર કાયદાને જખતમ કરી નાખવામાં આવે એસસી એસટી એકટને મજબૂત અને કડક બનાવવાની તાતી જરૂરિયાત છે સમગ્ર ગુજરાતમાં અન્ય બીજી એક પણ સમાજ નહી હોય કે જેમના ઉપર આટલી મોટી તાદાતમાં અત્યાચાર થતો હોય તેને અટકાવવાની માંગ સાથે સ્વયમ સૈનિક દળમાં આગેવાનોએ વિવિધ હોસ્પિટલ ચોકમાં ધરણા યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.આ સાથે સ્વયંમ્ સૈનિકદળ (એસએસડી)ના સૈનિકો અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ લોકોના દમન પર વારંવાર આપશ્રી પ્રશાસનને આવેદન પત્ર આપી ઘટનાઓ પર વિરોધ નોંધાવીએ છીએ અને પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષાઓ રાખીએ છીએ એનું માત્ર કારણ બાબાસાહેબ સંવિધાનમાં માનનારા લોકો છીએ જયારે અમુક જાતિવાદી લોકો આ સંવિધાન પર જ હુમલો કરે સળગાવી દઈ દેશને ખંડિત કરવાનો પ્રયત્ન કરે છે. અને જે સંવિધાન વિરોધી કાર્ય કરે છે. જે દેશદ્રોહથી વધુ બીજુ કંઈ જ નથી જો શાસન પ્રશાસન આવા દેશદ્રોહી ઓને કાબુ નહીં કરે તો આવનારા સમયમાં અમો આ દેશના મૂળ માલિકો આવા દેશદ્રોહને દેશદ્રોહની સજા આપતા જરા પણ અચકાશુ નહીં જે આપને વિદિત થાય અને આપશ્રી પાસે તુરંત અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં એસએસટી લોકો પર થતા દમન મુદ્દે આપ સંવેદનશીલ બનશો.તેમ આવેદન પત્રમાં જણાવાયું છે.