રાજ્યભરના 17 હજાર રેશનિંગના વેપારીઓ કમિશન મુદ્દે દિવાળી ટાણે જ હડતાલ પર ઉતરતા અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરતા ગ્રાહકો પરેશાન બન્યા છે, રેશનિંગ એસોસિએશનમાં આદેશ મુજબ બે મુદ્દતી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રૂપિયા 20 હજારનાં કમિશન મુદ્દે સરકારે સમાધાન કર્યા બાદ પણ છલ કરતા રોષે ભરાયેલા રેશનીંગનાં વેપારીઓએ દિવાળી ટાણે હડતાલનું રણશીંગુ ફુકી અને તહેવારો ઉપર જ વિતરણ વ્યવસ્થા ખોરવી દેતા દેકારો મચી ગયો છે.જુનાગઢમાં પણ રેશનિંગના વેપારીઓ આ હડતાલમાં જોડાયા છે
વિનોદ મકવાણા, જૂનાગઢ