રાજપીપળા ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષા યોજાઈ હતી તા.૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૭૮ જેટલા બ્લોકમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાઈ હતી જેમા રાજપીપળાની રાજેન્દ્ર હાઇસ્કુલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમ અને ખાસ કરીને પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યું હતું અને સતત પોલીસ દ્વારા ચેકિંગ કરીને જ પરીક્ષા આપનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર: વહાબ શેખ,