રાજકોટમાં આરટીઓ કચેરીમાં ડિટેઈન કરેલી બસમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ મનપાના ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. 25 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સ્થળ પર બસના માલિક જીજ્ઞેશભાઈ જસવંતભાઈ જયસ્વાલ અને આરટીઓના અધિકારીઓ હાજર હતા. ત્યારે વાતચીતમાં સામે આવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં બસ ડિટેઈન કરાઈ હતી અને ત્યારથી અહીં આરટીઓ કચેરીમાં પડી હતી. જેથી પડતર પડી હોય, બસ છોડાવી સ્ક્રેપમાં આપવા નક્કી કર્યું હતું. મુદ્દામાલ છોડાવવા પ્રક્રિયા કરી હતી. અને અહીં સ્થળ પર જ સ્ક્રેપ કરી નાખવા નક્કી કર્યું હતું. બસને સ્ક્રેપમાં ફેરવતા હતા ત્યારે ગેસ કટરથી આગ બસમાં લાગી ગઈ હતી. લગભગ 80 હજારનું નુકસાન થયું હતું. આગ બુજવવા માટે બેડીપરા ફાયર બ્રિગેડના જવાનો શૈલેષભાઇ, શાહરુખ ખાન, ભરતસિંહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.