રાજકોટ RMCની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જનરલ બોર્ડમાં ધગધગતા સવાલો કરનાર નેહલ શુક્લે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં પ્રજા હિત માટેના સવાલો કરવાના હોય છે. લોકોને ફાયરના NOC લેવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોવાનું ધ્યાનમાં આવતા મેં આ માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનો સવાલ કર્યો છે. તેમજ રૂ.20 લાખથી વધુ રકમના જેટલા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવાની વિગતો માંગવામાં આવી છે. જોકે આ બંને બાબતે પોતાને ભ્રષ્ટાચારની કોઈ આશંકા હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. તેમજ માત્ર અભ્યાસ માટે આ પ્રશ્નો પૂછ્યા હોવાનો બચાવ કર્યો હતો.