40.5 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન


રાજકોટમાં NEET પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.. પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ વચેટિયાઓ દ્વારા ચાલતા આ રેકેટ અંગે મોટો ખુલાસો કર્યો છે. શહેરમાં એક ટોળકી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીના સાગરીતો 75 લાખથી 1 કરોડમાં NEETમાં કુલ 650+ માર્ક્સ અપાવવાનું વચન વિદ્યાર્થીઓને આપીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલીને અમદાવાદની હોટેલમાં બોલાવી ડીલ કરાવી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં ગુજરાતના કુલ 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે. તો આ ટોળકીનું નેટવર્ક કર્ણાટક, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના એક ક્લાસિસ સંચાલકની આ કૌભાંડમાં ભેદી ભૂમિકા રહેલી છે. ત્યારે આ ટોળકીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો પરીક્ષા આપનારા વિદ્યાર્થીના 4થી 5 માસ અગાઉ જ અન્ય રાજ્યના આધારકાર્ડ બનાવી દેવાય છે. NEETમાં ગેરરીતિના મામલે CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ નોંધાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -