હરિયાળું ગ્રુપ ગોંડલ ના સભ્યો, ગોંડલ સાયકલ કલબ ના સભ્યો તેમજ બ્રહ્માણી નગર સોસાયટીના સ્થાનિકો દ્વારા બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પીપળા ના વૃક્ષ નો ફોટો રાખી સ્થાનિકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો દ્વારા ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તેમજ સાર્વજનિક પ્લોટમાં ૐ નમઃ શિવાય ની ધૂન બોલાવવામાં આવી હતી. આ સાથે બેસણાના કાર્યક્રમમાં મહિલાઓ નાના નાના બાળકો પણ જોડાયા હતા તેમજ બ્રહ્માણી સોસાયટી ના સ્થાનિક દ્વારા વિવિધ કચેરીઓમાં પીપળાના વૃક્ષ ની હત્યા કરવામાં આવી હોવાની અરજી કરવામાં આવી હતી. આ સાથે સ્થાનિકો તેમજ વૃક્ષ પ્રેમીઓ દ્વારા ફરી તેજ જગ્યાએ પીપળા ના વૃક્ષ ના છોડ નું વાવેતર કરવામાં આવ્યું હતું.