રાજકોટના સ્વામીનારાયણ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષથી ખોડિયાર ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ગરબીના આયોજકો બાલાભાઈ બોળિયા દ્વારા અન્ય આયોજકોના સહયોગથી આ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબીમાં ૭ વર્ષથી લઈને ૧૧ વર્ષ સુધીની નાની નાની બાળાઓ દ્વારા ત્રિશુલ, મંજીરાં, ભૂવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે બાળાઓના રાસ જોઈ સૌ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.