રાજકોટ મહાનગરપાલિકા ની આજે સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા મોટો નિર્ણય લેવાયો હતો. રાજકોટ શહેર વિસ્તારમાં રજડતા ઢોર ને લઈને નિર્ણય લેવામાં આવ્યો.રખડતા ઢોર પકડાઇ તો દંડની રકમ ત્રણ ગણી કરવામાં આવી. પ્રથમ વખત ₹ ૩૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે ત્યારે બીજી વખત પકડાઇ તો ₹ ૪૫૦૦ દંડ અને ત્રીજી વખત ₹ ૬૦૦૦ દંડ વસૂલવામાં આવશે. આ સાથે વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમીટ અનિવાર્ય લેવી પડશે. જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે. અરજી કરતા વધારે ઢોર હશે તો કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકરે સિટિ ન્યૂઝ સાથે કરી જેમાં તેમને જણાવ્યું કે માલધારી સમાજ ને વિશ્વાસમાં લઈને આ ત્રણ ગણા દંડ ની જોગવાઈ ને બહાલી આપાઈ છે. માલધારી સમાજની જે વસાહત વાળી માંગ છે તે અમારા ટર્મમાં અમે પૂર્ણ કરશું.