સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત ABVP એ વિરોધ નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંચાલિક વિદ્યાર્થીની ઓ ની 5 હોસ્ટેલમાં પ્રવેશ થી વંચીત રહેલી 44 વિદ્યાર્થીનીઓ માટે ની લડત ને લઈને ABVP સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ના ચેમ્બર બહાર ઘંટનાદ અને રામધૂન બોલી રચનાત્મક વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનિઓ અને ABVP નો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટેલમાં ખોટી રીતે મેરીટ લીસ્ટ બહાર પાડી 44 હકદાર બહેનો ને પ્રવેશ ન અપાયું જેથી કરી ને વિરોધ નોંધાવવામાં આવ્યું હતું. અગાઉ ABVP અને પ્રોફેસરો વચ્ચે બબાલ થઈ હતી. જયારે આજે ફરી ABVP દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘંટનાદ કરી વિરોધ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ABVP સતત વિરોધ કરી રહ્યો છે. આજે સત્તાધીશો ની આંખ ખોલવા માટે ઘંટનાદ કરવામાં આવ્યો. સમગ્ર મામલે કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણીએ નિવેદન આપ્યું કે જે કોઈ વિદ્યાર્થીનિ ને અન્યાય થયો છે તેમને સાંભળવામાં આવશે.જો તેઓ ની રજુઆત યોગ્ય હશે તો તેઓ ને હોસ્ટેલમાં સ્થાન આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હર હંમેશા વિદ્યાર્થીઓ ના હિત માટે નિર્ણય લેતી હોય છે, માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંચાલિત 5 હોસ્ટેલમાં હકદાર ધરાવતી બહેનો સ્થાન મળશે. તેમનો હક્ક અનુસાર ન્યાય મળશે તેવી હું બાહેનદરી આપું છું.