સૌરાષ્ટ્ર યુનિ.ની કોમર્સ અને સાયન્સ વિદ્યાશાખાની આગામી તા. ર4ના યોજનારી ચૂંટણી માટે મુરતીયાઓએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.માં વાજતે-ગાજતે નામાંકનપત્રો ભર્યા હતા. જેમાં કોમર્સની રજિસ્ટ્રર ગ્રેજયુએટ શાખાના બેઠક પર ભરતસિંહ જાડેજાએ પોતાનું ઉમેદવારી ટેકેદારોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે રજુ કર્યુ હતું. તેમજ cyss પેનલમાંથી કોમર્સ ફેકલ્ટી માટે સુરાજ બગડા અને સાયન્સ ફેકલ્ટી માટે અંકુર રાણપરીયાના ઉમેદવારી પત્ર ફોર્મ ભરયા જેમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સમર્થનમાં આવ્યા હતા. આ સાથે આપના વિદ્યાર્થી પાંખના આ ઉમેદવારોના ટેકામાં યુવા આગેવાન યુવરાજસિંહ જાડેજા, શિક્ષણ સેલના પ્રમુખ જીતુભાઇ ઉપાધ્યાય, પ્રદેશ ટ્રેડ વિંગ પ્રમુખ શિવલાલ પટેલ, પ્રદેશ મંત્રી અજીતભાઇ લોખીલ, પ્રદેશ મંત્રી ઇન્દુભા રાઓલ, રાહુલભાઇ ભુવા, દિનેશભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સેનેટની આ ચૂંટણીના પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.