રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક બાદ એક વિવાદમાં આવી રહી છે ત્યારે એક નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું જેથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે એક બાજુ વડાપ્રધાન કહી રહ્યા છે કે 2020 માં રાષ્ટ્રીય શિક્ષાનીતિમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન ભણાવવામાં આવશે તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના જ્ઞાન થી દુર રહે તે અયોગ્ય છે જેથી કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટ દ્વારા ઇન્ચાર્જ કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો હતો.