રાજકોટ સીવીલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફરી એક વાર સામે આવી હતી. જેમાં આ વખતે હોસ્પિટલમાંથી કોરોના કાળમાં દાતાઓએ આપેલા 100થી વધુ ઓક્સિજનના સિલિન્ડર ગુમ થયા છે. તેમજ તે સિલિન્ડર ચોરી થયા છે કે ગુમ થયા છે તે તંત્રને પણ ખબર નથી. આ ઉપરાંત કોરોનાના બે વર્ષ પછી પણ ઓક્સિજન બાટલા પરત માંગવામાં આવ્યા નથી. તેમજ દાતાઓએ આપેલા સિલિન્ડરની રજીસ્ટરમાં પણ કોઈ નોંધ કરવામાં આવી નથી આ ઉપરાંત 100થી વધુ બાટલા ગુમ થયા છે તે હોસ્પિટલના જ સ્ટાફે ઘર ભેગા કર્યા હોવાની ચર્ચાઓ પણ સામે આવી હતી. આ સાથે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો મોટો ભાંડા ફોડ થાય તેમ છે