33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: સીટી બસના કંડકટરોની પણ હડતાલ, પગાર-બોનસની માથાકૂટ


રાજકોટ મહાનગર પાલિકા ની  સીટી બસ સેવા ગાડાની જેમ ચાલી રહી છે અને કોન્ટ્રાકટની મુદ્દત પૂરી થઇ જવા છતાં ધુમાડા ઓકતી બસના સહારે માસ ટ્રાન્સપોર્ટેશન ચાલે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી એજન્સીના કંડકટરો કામ પર ન આવતા અનેક રૂટ પર સેવા ઠપ્પ થઇ ગઇ છે. તે કારણે વિદ્યાર્થી સહિતના વર્ગને ભારે હેરાન થવું પડયું છે.બસ સેવામાં ક્ષતિ અને બેદરકારી બદલ જોડાયેલી એજન્સીઓને મહિને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવે છે. છતાં સેવામાં સુધારો નથી. અવારનવાર બસ બંધ પડવા સહિતની ઘટના બને છે ત્યારે ત્રણ દિવસથી કંડકટરોના વાંકે મુસાફરો હેરાન થઇ ગયા છે. મહાપાલિકા દ્વારા પૂરા શહેરમાં વર્ષો જુની ડિઝલ અને ઇલે. બસથી પરિવહન સેવા ચલાવવામાં આવે છે. બસમાં ખોટકા અને આઉટ ઓફ ડેટ સાધનોના કારણે રસ્તા વચ્ચે તો અવારનવાર  બસ બંધ થવાની ઘટના બને છે. તેમાં સોમવારથી આ બસ સેવા ખાંગી થઇ ગઇ છે. કોર્પો.માં ડ્રાઇવરો અને કંડકટરો  એજન્સી પાસેથી લેવામાં આવે છે. આ એજન્સીના 30 થી 40 કંડકટર 3 દિવસથી નિયમિત નોકરી પર આવતા નથી. સોમવારે મોટી સંખ્યામાં કંડકટરો સીટી બસ પર નહીં પહોંચતા અનેક રૂટ પર બસ દોડી જ શકી ન હતી. ચાર દિવસથી 1પથી વધુ બસના રૂટ અસ્તવ્યસ્ત થઇ ગયા છે. અનેક વિદ્યાર્થીઓ સવારમાં બસના વાંકે હેરાન થઇ રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -