સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે સિવિલહોસ્પિટલ ચર્ચાના ચકડોળે રહી છે. સિવિલ હાસ્પિટલમાં તબીબોની બેદરકારી અંગે અનેક વખત આક્ષેપો થયા છે. ત્યારે સિવિલ હોિસ્પિટલ કેમ્સમાં જ આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં જ મોતિયાના ઓપરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવીદીધાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. જેમાં રાજકોટમાં આજીવસાહત વિસ્તારમાં આવેલા ખોડિયારપરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધને મોતિયાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જીટીશેઠ સરકારી હોસ્પિટલમાં ગત તા. 30ને મંગળવારના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. અને બીજા દિવસે બુધવારના રોજ માણસુરભાઈ મકવાણાની ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધાપા કાંડ? ઓપરેશન બાદ વૃદ્ધ દર્દીએ દ્દષ્ટી ગુમાવી ??
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -