રાજકોટ સિવિલ હોસ્પિટલની દશા દિવસે ને દિવસે કથળી રહી છે તેમજ સિવિલ હોસ્પિટલની સ્થિતિ ક્યારે સારી થશે એ પ્રશ્ન સૌ કોઈના મનમાં છે. ત્યારે સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારો કરવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી. જેમાં સિવિલ હોસ્પિટલના પરિસરમાં રસ્તાઓ, ડ્રેનેજ, જનરલ વોર્ડમાં ટોયલેટ તેમજ નવા સેલેરમાં પાણી ભરાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો. તેમજ આજે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગની દુર્દશા ના બેનર સાથે વિરોધ પણ કરવામાં આવ્યો. આ સાથે પ્રોજેક્ટ શાખાની કચેરી ખાતે આવેદન આપી રજુઆત પણ કરાઈ હતી.