રાજકોટ સહિત ગુજરાતભરમાં હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જ મહિલા કર્મચારીનું હાર્ટએટેકથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે થોરાળાના રામનગરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેજ ઉપર પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં જશુબેન મકવાણા સવારે ઇમરજન્સી વોર્ડમાં નોકરી ઉપર હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા તુરંત ફરજ પરના તબીબોએ સારવાર આપવાનું ચાલુ કર્યું હતું પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો જશુબેનને હાર્ટએટેક આવ્યો હોવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે મોટાભાગે ઇમરજન્સી વોર્ડમાં મૃત્યુ પામતા દિવંગતોને સ્ટ્રેચરમાં પીએમ રૂમ સુધી લઈ જવાની જવાબદારી સંભાળતા જશુબેનનું તેના જ વોર્ડમાં હાર્ટએટેકથી મોત થતાં તબીબી સ્ટાફમાં પણ શોક છવાઈ ગયો હતો.