રાજકોટ સાઇબર ક્રાઇમ દ્વારા લાખોની છેતરપિંડી કરનાર નાઈજિરિયન વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ બિયારણ એક્સપોર્ટ કરવાના નામે લાખો રૂપિયાના કમિશનની લાલચ આપી 32 લાખની છેતરપિંડી કરી હતી, જ્યારે અલગ અલગ બેન્ક ખાતામાં ફરિયાદી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો.