રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા આયોજિત ધર્મચેતનાના જ્યોતિર્ધર અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર એવા પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. એવામાં આજે સવારના સમયે પોથી યાત્રા યોજાઇ હતી. જેમાં રામ મોકરીયા તેમજ તેમના પરીવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે આજથી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. જે આગામી 24 જાન્યુઆરી સુધી ચાલશે.